ટ્રાફિક પોલીસ પકડે ત્યારે… 

ભલાકાકાની ભડવાઈ
March 9, 2018
group of fat people
પેટ – અદ્ભુત અંગ
March 22, 2018
Traffic Police

ટ્રાફિક પોલીસ પકડે ત્યારે... 

પેલી CEAT TYRES ની એડવર્ટાઈઝમેન્ટ માં કોઈક બોલતું હોય છે કે , ભારત એક “એડવેન્ચરસ” કન્ટ્રી છે. કહેવાનો મતલબ એમ કે આપણા ત્યાં પબ્લિક ને એડવેન્ચર કરવા બવ જોઈએ. ઘી સીધી આંગળીથી નીકળતુ હોય તો પણ આંગળી દોઢી કરવા જોઈએ જ ! સાદી ભાષામાં આપણે લોકો “હખણા” નથી રહી શકતા.

નોર્મલી એડવેન્ચર માં પેરાગ્લાઇડીંગ , સ્કાય ડાઈવીંગ , બુલફાઈટીંગ જેવી વસ્તુઓ આવે. પણ આપણે જાણીએ છીએ કે ભારત અનિશ્ચિતતાઓ નો દેશ છે ! આપણા ત્યાં એડવેન્ચર માં રાત્રે ૧૦ વાગ્યા પછી ઘરની બહાર નીકળવું ( છોકરીઓ માટે (એ પણ દિલ્હી માં) ) , હોસ્ટેલ નો ગેટ કૂદીને રાત્રે રખડવા જવુ , ટ્રુથ એન્ડ ડેર માં ડેર લીધા પછી તમારી ક્રશ ને મેસેજ કરવો , ફુટપાથ પર ગાડી ચઢાઈ દેવી ( સોરી ભાઈ જાન ) , ૧૦૦ ની સ્પીડે ટ્રાફિક માં બાઈક ચલાવવા જેવી નાની નાની વસ્તુઓ આવે !

હવે સંસ્થા પોતે આમ આવા એડવેન્ચર ની શોખીન ખરી. પણ ઉપરના બધા એડવેન્ચર માં થી ખાલી બાઈક ચલાવવા વાળુ જ ફાવે આપણને.. અમદાવાદ માં સલામત બાઇક ચલાવવા માટે ૩ વસ્તુ જોઈએ

૧. જીગર

૨. ધીરજ

૩. ઓળખાણ. ( જોકે અમદાવાદ માં દિલ્હી ની જેમ  ” તુ જાનતા નહી મેરા બાપ કૌન હૈ ” પુછવાનો રિવાજ નથી. અહીં સીધી ચોપડાઈ જ દેવામાં આવે છે )

હવે માણસ નુ બેડલક જ ખરાબ હોય ત્યારે હેલ્મેટ હોવા છતા ટ્રાફિક પોલીસ વાળા પકડી પાડે. આમાં થયુ એવુ કે રોજ ની જેમ રોજ ના રસ્તે આદત મુજબ રીઅર ગ્લાસ માં હેલ્મેટ ભરાઈને હું “સનસનાઈ”ને કોલેજ જતો હતો એમાં જરા વળાંક પાસે મારુ બાઇક જરા સ્લીપ થઈ ગયુ તો ભાઈ પડ્યા હેઠા , ( નાનકડો આગ્રહ : ખબર કાઢવા આવો ત્યારે સફરજન સિવાયના ફ્રૂટ લાવવા ) હા તો કોઈનુ પણ બાઇક સ્લીપ થાય એટલે ત્યાં એક માનવકુંડાળુ બની જાય પણ આપણો કેસ આખો અલગ જ છે  ( પેલું ખરાબ બેડલક વાળુ ) મારો વારો આવ્યો તો સ્વયં ટ્રાફિક પોલીસ આવી મને મદદ કરવા. જાણે હું અર્જુન હોવ અને એ શ્રી કૃષ્ણ હોય એમ મને પ્રેમથી ઉભો કર્યો , બાઈક ઉભુ કરાવ્યુ , પાણી આપ્યુ. પછી એકદમ જ પાવતી ફાડી યાર… ભગવાન શ્રીકૃષ્ણ નુ આમ એકદમ જ મામા શકુનિ માં ટ્રાન્સફોર્મેશન થઈ ગયુ . પાવતી ની સાથેસાથે મારા માણસાઈ પર નો વિશ્વાસ પણ ફાટી ગયો..

માણસ ને ટ્રાફિક પોલીસ પકડે ત્યારે  એ એની નીચામાં નીચી હદ સુધી પહોંચી જાય ! નોર્મલ કન્વરઝેશન ની શરૂઆત ” હાઈ – હેલ્લો” થી થતી હોય છે પણ ટ્રાફિક પોલીસ ની કોન્વોર્ઝેશન ની શરૂઆત જ “સાહેબ જવા દ્યો ને..” થી થાય. આમ આ લોકો પકડે ત્યારે સૌથી પહેલા હેલ્મેટ માંગે – મેં કીધુ ભરાયેલું છે (  Fun Fact  : ત્યારે મને ખબર પડી કે ” ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજીયાત છે” નો મતલબ માથે પહેરવું ફરજીયાત છે એવો થાય છે  ). હા પણ ટેક્નિકલી મારી પાસે હેલ્મેટ હતું એટલે એણે લાઈસન્સ , PUC , વગેરે વગેરે વગેરે જોવા માટે રસ દાખવ્યો  (  વણમાંગી સલાહ  :  આવુ કંઈ થાય તો વોટ્સએપ વાળો પેલો –  ટ્રાફિક પોલીસ ને તમારા ડોક્યુમેન્ટ ચેક કરવાનો હક નથી વાળો મેસેજ ના બતાવાય  ! ફાઈન વધી જાય )

પણ આમ હાર થોડી મનાય , છેલ્લે મે મારુ ટ્રમ્પ કાર્ડ કાઢ્યું   –  “ઓળખાણ” 

ફોન લગાવી ને હજી મેં વાત જ કરી છે કે “સાહેબ જરા ….” એટલામાં પેલાએ વચ્ચેથી વાત કાપી ને કીધુ , ફ્રી હોય તો અહીં વિજય ચાર રસ્તા આઈ જાને ૨૦૦ રૂ લઈને. મને ટ્રાફિક પોલીસે પકડ્યો છે…
FUN FACT : પાક્કો ગુજરાતી ટ્રાફિક પોલીસ જોડે ય વ્યાજબી ભાવ કરાવડાવે ! 


દર્શવાણી : ગરજ પડે ગધેડા ને ય બાપ બનાવવો પડે  –  આ કહેવત નો અર્થ એક ટ્રાફિક પોલીસ થી વધારે કોણ સમજી શકે.

Leave a Reply