પેટ – અદ્ભુત અંગ

Traffic Police
ટ્રાફિક પોલીસ પકડે ત્યારે… 
March 22, 2018
frustrated husband
લગ્ન – એક પુરૂષની નજરે
March 23, 2018
group of fat people

આમાં બન્યુ એવુ કે , થોડા મહિના પહેલા એક મિત્ર ના ત્યાં સત્યનારાયણ ની કથા રાખેલી તો એમાં સ્પેશિયલ મોટેથી “જય” બોલાવવા માટે મને પણ ભાવભર્યુ આમંત્રણ આવેલુ ! આમ જલ્દી મને કોઈ બોલાવે નહી એવામાં એણે બોલાયો એટલે હું થોડો વધારે ગળગળો થઈને કલાક પહેલા જ પહોંચી ગયેલ.

હવે આપણા ત્યાં મહેમાન ને નવરા ન પડવા દેવાનો રિવાજ છે!( પેલો બે ઘડી પલાઠી વાળીને બેસે કેમનો..!) એટલે મને મહારાજ ને લેવા જવાનુ કામ સોંપવામાં આવ્યુ. મહારાજ ની કોઈ ખાસ ઓળખ આપવાની નહતી એમણે કહ્યું હતુ કે બસ સ્ટોપ પાસે જાડા માં જાડા માણસ ને ઉપાડી આવજે !

ત્યારે મને મહારાજ ના દર્શન થયા , મહારાજ મહારાજ હતા જ નહી, એ તો પેટ ( Stomach ) હતુ જેમાં થી એમના નાના નાના હાથ પગ ને મોઢુ થોડુ થોડુ ઉગ્યુ હતુ ! મારા જેવા ના 4-5 પેટ સમાઈ જાય એવડુ મોટુ, છાલ કાઢેલા કોળા જેવુ એમનુ પેટ ( Stomach ) જોઈને બે ઘડી મને બાઈક પર દયા પણ આવી ગઈ. હા, પેટ ( Stomach ) વિશે લખવાનો પહેલવહેલો વિચાર મને ત્યારે આવેલો !!

મારુ એક અવલોકન એમ કહે છે કે ગુજરાતીઓ ના “મન” અને બ્રાહ્મણોના “પેટ” કાયમ મોટા જ હોય છે. કારણ કે સંસ્થાએ હજી સુધી સિક્સ પેક એબ્સ વાળા સ્લીમ ટ્રીમ મહારાજ ને સતનારાયણ ની કથા કરાવતા જોયા નથી !

મારા મતે “પેટ” એ ખૂબ underrated અંગ છે કે “પેટ” ( વિષય ) પર ઘણા ઓછા પ્રમાણમાં લેખ લખાયા છે. “પેટ” ખાતર લખવા નુ કામ કરનારાએ પણ “પેટ” જેવા સંવેદનશીલ વિષય પર હજુ જોઈએ એટલુ ધ્યાન નથી આપ્યુ ! કંઈ નહી , હું આપી દવ છુ. પેટ એ માણસજાત ના અસ્તિત્વ માટે નુ આવશ્યક અંગ છે, માણસ હાથ પગ નાક કાન આંખો અરે એક કિડની વગર પણ જીવી શકે પણ પેટ ( Stomach ) વગરનો માણસ જોયો છે? પેટ is nessesary !! માણસ સવારે ઉઠી ને રાત સુધી મહેનત કોનાથી માટે કરે છે…. પેટ ( Stomach ) માટે જ ને !

ગુજરાત સાહિત્ય પર નજર મારીએ તો કહી શકાય કે સાહિત્ય એ પેટ નુ આભારી છે. પેટે પાટા બાંધીને મોટા કર્યા છે, પેટ ( Stomach ) માં વાત ના ટકવી, પાપી પેટ ( Stomach ) નો સવાલ છે, જેવી ઢગલાબંધ કહેવતો પેટ ને કેન્દ્ર માં રાખી ને જ તો બની છે ! આગળ કીધુ એમ મહારાજ / બ્રાહ્મણો ને પેટ (Stomach ) ની ખાસ ચિંતા રહેતી નથી ! એ પેટ ને આગળ વધવાની પુરેપુરી છુટ આપે છે.

પણ એક કોમ્યુનિટી એવી છે જે આ પેટ ( Stomach ) ને કદી આગળ વધવા દેતી નથી અને એ કોમ્યુનિટી છે સ્ત્રીઓ !! હા, આ લોકો પેટ ( Stomach ) ની બાબત માં જરાય કચાશ રાખતા નથી એમને મીંડુ ફિગર જોઈએ એટલે જોઈએ જ. બિચારીઓ ગમે એવુ સારુ ખાવાનુ હોય પણ ઈન્સ્ટાગ્રામ માં ફોટા મૂકીને સંતોષ કરી લે છે! પછી એ લોકો એ મીંડા ફિગરનુ કરે છે શું એ હજી સુધી સંસ્થા ને ખબર પડી નથી.

હા, પેટ ની ગણતરી આપણા શરીરના અતિસંવેદનશીલ ભાગરૂપે થવી જોઈએ. આંખ કે કાન માં કોઈ નાનીમોટી તકલીફ થાય તો માણસ એક સમયે ચલાવી તો લે.. પણ પેટ માં જરાય તકલીફ પડે તો માણસની પથારી ફરી જાય ! પેટમાં તકલીફ હોય તો તમે શંખ પણ ના વગાડી શકો ! કદી વિચાર્યુ છે…માણસ નુ પેટ (Stomach) ખરાબ થાય તો એને વારંવાર કુદરતી હાજતે જવુ પડે અને એના પર માખી વગેરે બેસીને કેવા-કેવા જીવલેણ રોગો નો ફેલાવો કરે છે…!

પેટ (Stomach) ના ફાયદા આમ તો ઘણા છે પણ ગમે ત્યારે પેટ ના દુખાવાનુ બહાનુ બતાવી કોઈ પણ જગ્યાએ થી છટકી શકવુ એ સૌથી સરળ ફાયદો છે ( જ્યાં સુધી પેટના દુખાવા માપતુ મશીન ના બને ત્યાં સુધી તો ખરો જ ) અંતે , “અન્ન એવો ઓડકાર” ની જેમ “પેટ એવો વાયુપ્રવાહ” જેવી કહેવત પણ બજાર માં મુકાવી જોઈએ.

દર્શવાણી : આગળ વધેલુ પેટ ( Stomach ) અને મોઢા માંથી નીકળેલા શબ્દો , પાછા નથી જતા !

Leave a Reply