લગ્ન – એક પુરૂષની નજરે

group of fat people
પેટ – અદ્ભુત અંગ
March 22, 2018
इश्क़ हर जगह है!
May 1, 2018
frustrated husband

માણસની જીંદગી પણ રસ્તા જેવી છે…. એમાં સંખ્યાબંધ ચઢાણો ઉતરાણો, ડાયવર્ઝન, ઉબેટો” અને વળાંકો છે..! એમાં લગન એક એવો વળાંક છે જે પછીનો રસ્તો હંમેશા ઉબડખાબડ જ હોય છે ! Marriage એ એક એવો સિક્કો છે જેની બંને બાજુ સરખી જ છે.. બેડલક જ બેડલક !

એવુ નથી કે બધા Marriage પછી હેરાન જ થાય છે , ઘણા લોકો સુખી પણ રહે છે ( એ વાત અલગ છે કે એ સુખી લોકો પત્નીથી ત્રાસીને ઘરબાર છોડીને બજેટ સારુ હોય તો હિમાલય અને ઓછુ હોય તો જૂનાગઢ સ્થાયી થઈ ગયા હોય છે ) હા તો Marriage એ એન્જીનિયરીંગ જેવા છે ( હા મારે બધી વાત માં એન્જીનિયરીંગ ઘુસાડવા જોઈએ જ છે ) એ કરવા વાળો પણ હેરાન થાય અને ના કરવા વાળો એના સપના જોઈને જીવ બાળે ! ( દાક્તર લોકોએ એન્જીનિયરીંગ ના બદલે MBBS વાંચી લેવુ )

લગ્ન એ મહાભારત છે અને દુલ્હો એમાં કર્ણ છે. એને ખબર છે કે એના ચીંથરેહાલ થવાના છે તોય “પરાણે” લોકલાગણી ને માન આપીને શહીદ થવા જતો રહે છે. ઘણા હરખપદુડા લોકો જયદ્રથ જેવા પણ હોય છે જે પોતે જ જીતશે એમ માની ને હોંશેહોંશે ભાગ લે છે પણ અંત તો તમને ખબર જ છે..!

હા તો આ Marriage ની શરૂઆત કોણે કરી હશે એવો એકાદ વિચિત્ર સવાલ મન માં થાય ખરી ! આદિવાસીઓ તો લીવ ઈન માં જ રહેતા હતા એ વખતે ભૂદેવો નહતા ને !! કોઈ જ પ્રોસેસ નહી, એકબીજાને ગમ્યા એટલે કામ પૂરુ ! ચાંલ્લા – જમણવાર ની કોઈ ઝંઝટ જ નહી ! અરે હા , માણસ ના લક્ષણો ની જેમ આ લગન ની પ્રોસેસ પણ બદલાય છે !

“વેસ્ટર્ન કલ્ચર” માં એક બીજા ને પપ્પી કરીએ એટલે લગન થયા કહેવાય. એટલે એમ નહી કે પપ્પી કરો તો લગન કરવા જ પડે , પણ Marriage કરો તો પપ્પી તો કરવી જ પડશે ! આપણા પાડોશી દેશમાં છોકરા છોકરીને સામસામે બેસાડીને ત્રણ વાર કબૂલ હૈ બોલાવડાવવામાં આવે છે ! હોય હવે , શોખ શોખ ની વાત છે. પણ આ બધા માં આપણો દેશ કેમનો ભુલાઈ જાય .. હિન્દુ લગન ની તો વાત જ કંઈક અલગ છે. આપણા ત્યાં Marriage એક તહેવાર જેવો છે ( બકરી ઈદ જેવો ) લગન પહેલા દુલ્હા ની જબરજસ્ત ખાતીરદારી અને લગન પછી ખચ્ચાક…! ( જોયુ હિન્દુ લગન મુસલમાન તહેવાર ની જેમ ! બધા ધર્મો ને સમાન ન્યાય )

ઘણીવાર માણસ ના ગ્રહો થોડા વધારે વાંકા હોય તો એમના એક થી વધારે પણ લગન થઈ શકે છે ! Marriage એક એવી વસ્તુ છે જે ઘમકી પણ છે અને લાલચ પણ !! હા, ધમકી છોકરીઓ માટે , કે નહી ભણે તો Marriage કરાવી દઈશુ ( હવે એ લોકો આવે ઘમકી ગણે છે કે નહી એ અંગે સંસ્થાને કોઈ માહિતી મળેલ નથી ) અને લાલચ છોકરાઓ માટે કે સારુ ભણીશ તો જ કોઈ Marriage કરશે ! હા. આ લાલચ ને મોટીવેશન પણ ગણી શકાય !

છેલ્લે હું ફક્ત એટલુ જ કહીશ… લગ્ન જાનલેવા હૈ – ના કરે, ના કરને દે.!

દર્શવાણી : લગ્ન બાદ પુરુષો પત્ની પરનો ગુસ્સો આદુ ટીચીને ઉતારે છે! એક કાંકરે બે પક્ષીઓ , યુ નો ને !

Leave a Reply