ગરબા

इश्क़ हर जगह है!
May 1, 2018
याद उसे भी एक अधूरा अफ़्साना तो होगा
May 5, 2018

પેલુ કહેવાય ને , “જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ”
ખમણ ને ઢોકળા પછી આપણા ગુજરાતીઓ ને જોડી રાખતી જો કોઈ એક વસ્તુ હોય તો એ છે ગરબા !
સંસ્થા નુ એવુ માનવુ છે કે ગુજરાતીઓ બિજનસ અને ગરબા ગમે એ જગ્યાએ,
ગમે એ પરિસ્થિતિ માં , ગમે એની સાથે કરી શકે !

ગુજરાત ડ્રાય સ્ટેટ છે એટલે અહીં કોઈ પણ જાત ના” સેલિબ્રેશન ” માં પીવાની તો પરવાનગી છે નહી,
એટલે આપણે જુગાડુ માણસો એ નવો રસ્તો શોધી કાઢ્યો ઈન્જોય કરવાનો!
કંઈ પણ હોય એટલે ગરબા કરી નાખવાના.

 • બાબા( ગુજરાતી વાળુ બાબા) ના લગન છે? એ હાલો…
 • ઈન્ડિયા જીતી ગયુ? એ હાલો…
 • પાકિસ્તાન હારી ગયુ? એ હાલો…
 • ફ્રેશર્સ પાર્ટી છે? એ હાલો….

એવુ નહી કે ખાલી સુખી પ્રસંગો એ જ ગરબા ગાવાના..
ફેરવેલ પાર્ટી થી લઈને ગણપતિ વિસર્જન સુધી બધા દુ:ખી પ્રસંગો એ પણ આપણે ગરબા કરી જ નાખીએ છીએ.
આમ જોવા જઈએ તો ગરબા એ દારૂ નુ બેસ્ટ સબસ્ટિટ્યુટ છે!
બંને સુખ-દુખ બંને માં કામ લાગે ,…

ગરબા એ પ્રૂફ છે કે આપણે ગુજરાતીઓ કોઈ વસ્તુ થી ધરાતા નથી.
એક તો સ્પેશિયલ નવ રાત નો સૌથી મોટો તહેવાર ખાલી તાળી-ગોળ-તાળી માટે ફાળવ્યો હોય તો ય આપણને અલગથી “શરદપૂનમ” માં ગરબા કરવાના!
એ સિવાય પણ આગળ કીધુ એમ લગ્ન, જાન , ઉતરાયણ, ગણપતિ બધા માં ગરબા છુટક છુટક કરી નાખવાના .
ગરબા ને સાદા માં સાદી ભાષામાં સમજાવવા હોય તો ગરબા એ એક લુપ છે. તાળી – ગોળ – તાળી નુ.
ભલે વાંચવામાં સાવ અર્થ વગરનું લાગતુ હોય પણ કરવા જાઓ ત્યારે એમાંથી પણ ઢગલાબંધ વસ્તુઓ શીખવા મળે છે

દા. ત. :

 1.  એકતા
  હા , ગરબા કરવા જાઓ ત્યારે એકતા હોવી જ જોઈએ. આખુ ગામ જ્યારે ગોળ ફરીને જમણી બાજુ વળતુ હોય તો આપણે દોઢા થઈને ડાબી બાજુ ના વળાય. હા હું માનુ છુ કે ગાડરિયો પ્રવાહ ક્યારેય ના અનુસરાય. આપણે જાતે જ આપણો રસ્તો બનાવવો જોઈએ. પણ ગરબા ની બાબત માં આ ધંધા કરવા જઈએ તો કોઈક ના પગ નીચે ચગદાઈ જવાનો ડર રહે છે.
 2. કો ઓર્ડિનેશન
  ગરબા માં તાળી-ગોળ-તાળી પછી કોઈ મહત્વની વસ્તુ હોય તો એ છે કો ઓર્ડિનેશન ! ભલે ગરબાના ટાઈમે ગામ ગજવતુ ધોંધાટભર્યુ મુઝિક હોય પણ જ્યારે કોઇ તાળી ના પાડતુ હોય ત્યારે તમે તાળી પાડો એ લોકો ને સંભળાઈ જાય છે અને લોકો થી અલગ તરી આવવા માટે ગરબા ગ્રાઉન્ડ એ ઉચિત જગ્યા નથી ! તો , કો ઓર્ડિનેશન જરુર શીખવા મળે !
 3. સેલ્ફ ડિફેન્સ
  ગરબા કરવા હોય તો ગરબા આવડે કે ના આવડે , સેલ્ફ ડિફેન્સ જરૂર આવડવુ જોઈએ. ગરબા સમયે તમારા હાથ, પગની આંગળીઓ કોણી જેવા નાજુક અંગો ને તમારી કે તમારી આજુબાજુના ગાવા વાળા ની અણ આવડત ના લીધે ભારે નુકશાન થઈ શકે છે !

આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જે ગરબા દરમિયાન શીખવા મળે છે પણ અત્યાર માટે આટલુ જ
બોલો અંબે માત ની જય !

Leave a Reply