ભણવું કોને છે?

याद उसे भी एक अधूरा अफ़्साना तो होगा
May 5, 2018
કોલેજ ના ગરબા
October 15, 2018

 

 

૧૨ જુલાઈ એટલે મલાલા યુસુફઝાઇ (Malala Yousafzai) નો હેપ્પી બર્થડે ! બધા ને ખબર તો હશે જ કે મલાલા યુસુફઝાઇ (Malala Yousafzai) એ યંગેસ્ટ મહિલા નોબેલ પ્રાઇઝ વિનર છે અને એ નોબેલ પ્રાઇઝ એમને મળ્યુ હતુ સ્ત્રીશિક્ષણ ની એક સારી એવી ચળવળ માટે. પાકિસ્તાન જેવા દેશમાં એજ્યુકેશન માટે આટલુ બધુ થયુ એ બહુ મોટી વાત કહેવાય ( એ લોકો માટે તો ખરી જ ! )
એજ્યુકેશન આજ ના સમય માં હવા અને ઈન્ટરનેટ ની જેમ બહુ જરૂરી વસ્તુ છે. અને એના માટે સરકાર પ્રયત્નો પણ કરતી જ રહે છે , RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ઢગલાબંધ છોકરાઓ ને “ભણી ખા” કહી દેવામાં આવ્યુ છે. આ સિવાય જેમ રામસેતુ બનાવવા ની પ્રોસેસ માં વાંદરાઓ સાથે નાનકડી ખિસકોલી પુલ ઉપર રેતી ઢોળી દઈને પોતાનુ “ફુલ નહિ તો ફુલ ની પાંખડી” જેવુ યોગદાન આપતી હતી એ જ રીતે આ દેશ ને સાક્ષર બનાવવા ની પ્રોસેસ માં મોટી મોટી ઓર્ગેનાઇઝેશનો ની સાથે સાથે નિહાર શાંતિ આમલા હેર ઓઈલ વાળાએ પોતાની એક બાટલી પર મળતા પૈસામાંથી ૫% પૈસા (એક બાટલી પર ૧.૩૭ રુપિયા ) બાળકો ના ભણતર માટેના ફંડમાં નાખવાનું “ફૂલ નહી તો ફૂલની પાંખડી” વાળુ યોગદાન આપ્યુ છે !
હમણા હમણા થી સ્ત્રીશિક્ષણ નો પ્રચાર વધી રહ્યો છે કારણ સ્ત્રીશિક્ષણ તો “વુમન એમ્પાવરમેન્ટ” અથવા “ફિમેનિસમ” નો એક મુખ્ય મુદ્દો છે ! તમે છોકરીઓ ને ભણાવો , બસ ભણાવો જ ! અને એમાં છોકરીઓ ને પણ વાંધો નથી હોતો , એમને ય સાલુ ભણવુ જ હોય છે. મોટ્ટા ભાગના છોકરાઓ નુ વાંઢા રહી જવાનુ કારણ જ એ છે કે છોકરીઓ ને ભણવુ હોય છે. પેલો કેટકેટલી આશાઓ થી પેલીના ઘેર લગન ની વાત લઈને ગયો હોય ને ઘેરથી જવાબ આવે , “અમારી બેબીને તો આગળ ભણવુ છે હજી” એકદમ અલ્ટીમેટ બહાનુ છે આ. પેલો બીજુ કરી પણ શુ શકે બિચારો રાહ જોયા સિવાય. એટલે એવુ તો છે જ નહી કે ભણવાથી ફક્ત સારુ જ થાય છે.
હવે હું ભણુ છુ કોલેજ ના બીજા વર્ષમાં , ધોરણ ૧ થી ગણવાનું શરુ કરીએ તો ૧૪ વર્ષ ના ઈતિહાસ માં મેં ક્યારેય કોઈની “હોબી” ભણવાની હોય એવુ જોયુ નથી. મારા ક્લાસના લોકો તો આખો દિવસ અસાઈમેન્ટ , મિડ્સ વગેરેના રોતડા જ રોતા હોય છે ! અને હું તો કહુ છુ શું કામ ભણાવવુ છે તમારે છોકરાઓને જ્યારે એમને ભણવુ જ ના હોય , શું ખબર એમને પોલિટિક્સ માં જવુ હોય ? ( અહીં પોલિટીક્સ ફક્ત એક ઉદાહરણ તરીકે લખવામાં આવ્યુ છે , પોલિટીક્સ માં અભણ લોકો હોય છે એ વાત સાથે આ વાતનો કોઈ સીધો સંબંધ નથી )
મૂળ વાત પર આવીએ તો હું ભણેલો સરકારી શાળામાં , ધોરણ ૭ માં મારા ક્લાસ માં ભરતી થયો એક નવો સ્ટુડન્ટ , બ્લેન્ક સીડી ! એનુ મૂળ નામ તો આકાશ હતુ પણ એ જ્યારે ૭ માં માં આવ્યો ત્યારે એનુ મગજ પહેલા ધોરણના છોકરા જેવુ બ્લેન્ક હતુ એટલે એનુ નામ અમે બ્લેન્ક સીડી પાડેલુ અને પ્રેમ થી એને અમે “હરામી” કહીને બોલાવતા . હા તો એ આકાશનો પ્રોબ્લેમ એ હતો કે અમે જ્યારે ૨૫ નો ઘડિયો મોઢે કરતા એ જ સમયે આકાશ ૧ થી ૨૫ સુધીના અંક શીખતો ! મને યાદ છે એક વખત અમે રેસ લગાવી હતી કે હું પહેલા ઘડિયો લખુ કે એ પહેલા અંક . અને એમાં એ જીતી ગયો ત્યારે “દિલ છોટ્ટા મત કર પગલે ! નેશનલ ચેમ્પિયન સે હારા હૈ” વાળા અંદાજ માં મને આશ્વાસન આપ્યું હતું.
RTE ના કોન્સેપ્ટ પર હમણા હમણા બોલીવુડ માં એક પિક્ચર પણ આવી ગયુ “હિચકી” જે RTE ના ઇમ્પલિમેન્ટેશન ની જેમ ફ્લોપ ગયુ હતુ. હા , આઈડિયા ઘણો સારો જ છે પણ તમે જ વિચારો કોઇ પણ બાળક નો ૭ વર્ષ નો પંક્ચર બનાવવાનો એક્સપિરીઅન્સ હોય ને તમે એને ઉઠાઈને સીધો ૧૨ માં ધોરણમાં ઠલવી દો તો ના તો પેલો ભણી શકે કે ના તો ધંધો કરી શકે , બાવાના બે ય બગડે ને !
અને બીજી એક વાત જે મારા સમજમાં નથી આવી એ એ છે કે આ છોકરીઓ આટ-આટલુ ભણે છે , આટલા માર્ક્સ લાવે છે પણ પછી એ ખોવાઈ ક્યાં જાય છે…!

દર્શવાણી : ગમે એટલુ ભણો , પણ રોજ વોટ્સએપ માં આવતા મેસેજ પર વિશ્વાસ કરી લો છો તો તમારુ ભણવુ બેકાર છે

Leave a Reply