ભલાકાકાની ભડવાઈ

Najik-Najik
નજીક-નજીક
February 14, 2018
Traffic Police
ટ્રાફિક પોલીસ પકડે ત્યારે… 
March 22, 2018

સવાર પડતાજ એક કુંવારીકાની સિટીએ મને જગાડ્યો. i mean મમ્મી એ કૂક્કર મા દાળ બાફવા મૂકી હતી,એ કૂક્કર ની સિટીની વાત છે.બાકી આપાડા કેસમા એવુ છે ને કે’
“દાલ મહેઁગિભી હે,ઔર ગલ ભી નહી રહી હે”.
મતલબ મૂઆ સીંગલીયા.

સમય હતો આપડી સલ્તનત તરફ પ્રયાણ કરવાનો,મતલબ એજ આપડી કોલેજની કેન્ટિન.
જેવોજ હજુ તૉ હુ હોલમા પગ મૂકું કે તરતજ પપ્પાએ મારા પર શબ્દોની રેડ પાડી (અજય દેવગણ)વાળી નહી ભય! અને સેર્જીકલ સ્ટ્રાઇક કરી.
પપ્પા : ઇન,બિન,ટીન થઈ ને ? કોલેજ જાય છે કે ફોટોશૂટ કરવાં ?
હુ : અરે કઈ નઈ,આંતો શુ પપ્પા કે પેલી હવામા કાળી માખીઓ આજકાલ બહુ ઉડે છે.તો એનાથી બચવા.
પપ્પાએ પણ જે શબ્દ ઑક્સ્ફર્ડની ડિક્ષનરી મા સ્થાન મેળવવા મથી રહ્યો છે એવો હ્મ્મ્ નો મારા પર છૂટો ઘા કર્યો.

સોસાયટીના નાકે હવે આપડે પહોચ્યા. ના પુષ્પા ના ! માવો ખાવા કે ઠુંઠા ફૂંકવા નઈ ! પણ પાંચસો ના છુટ્ટા લેવા.અને હા એ નોંધ ખાસ લેવી કે પાંચસોની નવી નોટ ના.આંતો શુ કે આપડે સ્કેમમા બીલીવ નથી કરતા.
પાન ના ગલ્લે અચાનક મારી નજર ભલાકાકા પર પડી.
ભલાકાકા એમની ભડવાઇ માટે ફેમસ હો બાકી.

એમની ભડવાઇ એટલે ! ચરરર….ચરરર…ના માવા ચોળીંગ સાઉન્ડ સાથે થતી કરોડો અબજોની વાટાઘાટો.
ભલાકાકા એટલે શબ્દોના તણખા જરાવતા ગ્રાઇન્ડર જેવાં.એય ને અલમસ્ત સફેદ બંડી એમની ડુટ્ટિનું પ્રદર્શન કરવાનુ ના ભૂલે હો !.
મને જોઈને બોલ્યા કા ચઁદુડા બહુ ટીપ-ટાપ થઇને નીકળયો છેને કઈ ?
હુ : અરે આતો કાકા કોલેજ જવા.
કાકા : એવુ ? એમ ! કોલેજ કરતા તું ફેસબુક પર વધારે હોય છે હો ! ટેણીયા !
ભલાકાકા પણ ખરા છે.પાંચ ફૂટ,આંઠ ઇંચના જુવાનને ટેણીઓ બનાવી દે.ઇગો તો હર્ટ થઈ જાય પણ આતો શુ’કે ભલાકાકા પેલા MDH મસાલાના દાદા કરતા પણ વધુ પૌરાણિક અને ઐતિહસીક છે ઉમર મા તો,તો રીસ્પેક્ટ તો બનતી હે બૉસ.

ભલાકાકા આગળ વધ્યા. અંગૂઠ્ઠો અને પહેલી આંગળી વચ્ચે ભરાવેલી બીડી ને ગોળ ફેરવી,બે હોઠ વચ્ચે સરળતા થી ભેરવી,જાણે પ્રેમિકાને ચુંબન કરતા હોય એમ હોઠમા દબાવી,એક અજબ ની શ્વાસોશ્વાસ ક્રિયા કરી ધુમાડાના ગોટા ઉડાડતા બોલ્યા.
અલ્યા છોકરા તમે આ અભિવ્યક્તિ ની સ્વતંત્રતા ના નામે ફેસબુક પર શેડા અને ગૂંગા ની પણ વાત કરી નાખો.છો ? અને લોકોના નાસ્તા પેટ બહાર કઢાવો છો ?
આરે કાકા એને હ્યુમર કેવાય અને આજે ફેસબુક પર આટલું મોટું પ્લેટફોર્મ મલ્યુ છે લોકોને લખવા તો એ,એક રીતનો વિકાસ કહેવાય.

કાકા બોલ્યા : તો સિલિંડર ના આંઠસો રૂપિયા પણ વિકાસ જ કેવાય ને દીકરા ?
હુ ભલકાકા ને જવાબ ન આપી શક્યો અને ત્યાથી મૂંગા મોઢે નિકળી ગયો.

Leave a Reply